Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં રોગચાળો વકર્યો: બે યુવાનોના મોત

Live TV

X
  • સદલાવ ગામની આસપાસના 6 ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા

    નવસારી જીલ્લાના સદલાવ ગામ સ્થિત સુખ નગરીના રહીશોએ પ્રદૂષિત પાણીનો વપરાશ કરતા બે યુવાનોના મોત થયા હતા..જ્યારે સમગ્ર ફળિયામાં કોલેરાનો રોગ ફાટી નીકળતા 22 થી વધુ રહીશો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા 6 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાં બે લોકોના સેમ્પલમાં કોલેરા પોઝિટીવ આવતા આ ગામ સહિત આસપાસના 6 ગામોને કોલેરા ગ્રસ્ત જાહેર કરાતાં આરોગ્ય વિભાગ તબીબી સેવાઓ આપવા કામે લાગી ગઇ છે. મહત્વનું છે કે, સદલાવ ગામ સ્થિત સુખ નગરી ફળિયામાં રહેતા 40 જેટલા પરિવારો જે બોરિંગનાં પાણીનો ઉપયોગ કરતા હતા, તેમાં વાંધાજનક જંતુઓ મળી આવતા સ્થાનિકો ઝાડા-ઉલ્ટીનો ભોગ બન્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply