Skip to main content
Settings Settings for Dark

નર્મદા ડેમમાં પાણીએ 121.92 મીટરની સપાટી વટાવી

Live TV

X
  • ચાલુ વર્ષે ચોમાસામાં સૌપ્રથમ વાર આ લેવલ પાર કર્યું

    સરદાર સરોવર નર્મદા ડેમે ચાલુ વર્ષે ચોમાસામા 25 જુલાઈએ સૌ પ્રથમ તેનું લેવલ પાર કરીને 121.92 મીટરની સપાટી વટાવી દીધી છે. અને આજે નર્મદા ડેમની સપાટી 121.98 મીટર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. નર્મદા ડેમ સાઈટ ખાતે કેનાલ હેડ પાવર હાઉસમાં 50 મેગા વોટ વીજ ઉત્પાદનનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટ પૈકી આજે ત્રણ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત હતા. ત્યારે 24 મી જુલાઈએ 2,367 મેગાવોટ જેટલું વીજ ઉત્પાદન કરાયું હતું. આ સાથે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વસાદને લીધે ડેમની જળ રાશિમાં 15,362 ક્યુસેક પાણીનો વધારો નોંધાયો છે. જ્યારે મુખ્ય કેનાલમાંથી 13,690 ક્યુસેક પાણીની જાવક નોંધાવા પામી હોવાના અહેવાલ મળ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply