Skip to main content
Settings Settings for Dark

દમણઃ સ્પર્શ યોજના અંતર્ગત કામદારોને મળી નજીવા ભાડાથી રહેવાની ઉત્તમ સુવિધા

Live TV

X
 • સ્પર્શ યોજના અંતર્ગત દમણમાં કામદારોને નજીવા ભાડાથી રહેવાની ઉત્તમ સુવિધા મળી છે. પ્રશાસક પ્રફુલ પટેલ,સાંસદ લાલુભાઇના હસ્તે લાભાર્થીઓને ચાવી આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત માત્ર 300 રુપિયા પ્રતિ મહિનાના દરે ડોરમેટરી અને 1500માં ફેમેલી રૂમ મળશે.

  દેવોનું મોસાળ, માતૃગયા તીર્થ એમ અનેક રીતે મહત્વ ધરાવતું પાટણ જિલ્લાનું સિદ્ધપુર સમગ્ર ગુજરાતમાં એક બાબતે નોખું પડે છે.ગુજરાત સહિત દેશમાં વિવિધ જગ્યાએ ઉતરાયણ ના દિવસે પતંગ ચગાવવાનો મહિમા છે ત્યારે સિદ્ધપુરમાં પતંગ રસિકો દશેરાના દિવસે પતંગ ચગાવવાનો લહાવો લે છે.

  એવી માન્યતા છે કે પાટણ ના રાજા સિદ્ધરાજનું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થયું હતું.જેથી પોતાના પ્રિય રાજાના શોકમાં લોકો ઉતરાયણ ના દિવસે પતંગ ચગાવતા નથી. આ પરંપરા પહેલા પાટણમાં પણ હતી અને પાટણ શહેરમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગતા નહોતા પરંતુ સમય સાથે પાટણ શહેરમાં આજે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ મનાવવામાં આવે છે જ્યારે સિદ્ધપુર શહેરે આ પરંપરા જાળવી રાખી છે.

  દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની લિજ્જત માણતાં માણતા પતંગ ચગાવવાનો લહાવો પણ લે છે લોકો આ બંને તહેવારો એક સાથે ઉજવી સિદ્ધપુર શહેરની આગવી ઓળખને રંગે ચંગે મનાવે છે

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 20-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 25-10-2019 Max Temp : °C Min Temp : °C
apply