Skip to main content
Settings Settings for Dark

સેવા સેતુ કાર્યક્રમના પાંચમાં તબક્કાનો મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ

Live TV

X
  • રાજ્યના નાગરિકોને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનો આજથી શુભારંભ થશે. દાહોદના વનબંધુ વિસ્તાર અંતેલાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્યક્રમના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પ્રજાજનોને મળી રહે તેમજ વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શિતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાને અગ્રતા આપતા કાર્યક્રમ સેવા સેતુનો નવેમ્બર 2016થી પ્રારંભ કરાવ્યો હતો. આ સેવાસેતુના પાંચમા તબક્કામાં વન ડે ગવર્નન્સનો પારદર્શી અને ભ્રષ્ટાચાર રહિત અભિગમ સાકાર કરાતા પ્રજાજનો સાથે સીધી સંકળાયેલી 57 જેટલી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સેવા સેતુ કાર્યક્રમમાં એક તાલુકામાં પાંચ ગામોનુ ક્લસ્ટર બનાવી જૂદા જૂદા 13 અધિકારીઓની ટીમ કેમ્પ ગોઠવાશે. જેમા કોઈપણ પ્રકારની ફી લીધા વિના સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી સ્થળ પર જ રજૂઆતોનો નિકાલ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply