દાહોદના રેલવે વર્કશોપનું કરાયું લોકાર્પણ
Live TV
-
કેન્દ્રિય મંત્રીએ દાહોદ ખાતે કેરેજ અને વેગન કારખાનામાં P.O.H. ક્ષમતા વૃદ્ધિ અને તેના આધુનિકીકરણનું ભૂમિપૂજન કરાવ્યું.
રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાઈ અને કેન્દ્રિય આદિજાતિ રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરે દાહોદના રેલવે વર્કશોપ ખાતે લોકાર્પણ ,શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બંને કેન્દ્રિય મંત્રીએ દાહોદ ખાતે કેરેજ અને વેગન કારખાનામાં P.O.H. ક્ષમતા વૃદ્ધિ અને તેના આધુનિકીકરણનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સંવર્ધિત વેગન શોપ મેન્ટેનન્સ ક્ષમતા કાર્યનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. અત્રેના વેગન કારખાનાની P.O.H. ક્ષમતા હાલ વાર્ષિક 450 વેગનની છે. ક્ષમતા વધવા સાથે 750 વેગનની ક્ષમતા થઈ જશે.