વિસનગરમાં ખાસડા યુદ્ધથી ધુળેટીના પર્વની ઉજવણી
Live TV
-
રસપ્રદ વાત એ છે, કે જેને આ ખાસડું કે જૂતુ પડે, તેનું આખું વર્ષ સારું અને સુખમય રીતે જાય છે.
મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં, વર્ષોથી પંરપરાગત અને અનોખી રીતે ધુળેટીનું પર્વ ઉજવવામાં આવે છે. અહીં ખાસડા યુદ્ધ, એટલે કે એકબીજા પર જૂતા ફેંકીને ધુળેટી મનાવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે, કે જેને આ ખાસડું કે જૂતુ પડે, તેનું આખું વર્ષ સારું અને સુખમય રીતે જાય છે. આ પ્રથા આશરે 150 વર્ષથી વિસનગરવાસીઓ ભારે ઉત્સાહથી મનાવે છે. સવારથી જ શહેરીજનો ખાસડા યુદ્ધમાં ભાગ લેવા એક જગ્યાએ એકઠાં થાય છે, અને બે ટીમમાં વહેંચાઈ જાય છે. ત્યારબાદ એકબીજા પર ખાસડા ફેંકી ઘુળેટી મનાવે છે. ઉપરાંત ખાસડા સાથે હવે શાકભાજી યુદ્ધ પણ કરવામાં આવે છે. જેના માટે મોટી માત્રામાં ટામેટાં, રીંગણાં અને બટાકા લાવીને એકબીજા પર ફેંકવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પર રંગ નાખી, ધુળેટી પર્વ ભારે હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવે છે.