Skip to main content
Settings Settings for Dark

દિવ્યાંગ જનોને ભરતીમાં ૪ ટકાના ધોરણે અગ્રીમતા અપાશે: ઇશ્વરભાઇ પરમાર

Live TV

X
  • સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે સમાજનું અભિન્ન અંગ એવા દિવ્યાંગોની સેવા કરવાનો લાભ-લ્હાવો ભાગ્યેજ કોઇ વ્યક્તિને મળે છે, ત્યારે આપણને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોની સેવા કરવાની તક મળી છે.

    હવેથી દિવ્યાંગ જનોને  વિવિધ વિકાસલક્ષી યોજનાઓમાં  તથા ભરતીમાં ૪ ટકાના ધોરણે  અગ્રીમતા અપાશે. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે  ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે સમાજનું અભિન્ન અંગ એવા દિવ્યાંગોની સેવા કરવાનો લાભ-લ્હાવો  ભાગ્યેજ કોઇ વ્યક્તિને મળે છે, ત્યારે આપણને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોની સેવા કરવાની તક મળી છે. ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની  રાજ્ય સલાહકાર બોર્ડની બેઠક મળી હતી. ઇશ્વરભાઇ પરમારે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં  દિવ્યાંગોને ભરતી માટે કાયદાની જોગવાઇ મુજબ  એક્શન પ્લાન બનાવવાની જાહેરાત કરી હતી. દિવ્યાંગો માટે રાજ્ય સરકાર દ્વારા  અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે. તેમાં તથા નોકરીઓમાં ૪ ટકાના ધોરણે અગ્રીમતા આપવામાં આવશે. સાથે સાથે આ સુધારેલા કાયદામાં  ૭ ના બદલે ૨૧ પ્રકારની દિવ્યાંગતા કેટેગરી  કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply