દીવઃ કોરોના રસીકરણ વધારવા NSS અને NCCના સ્વયંસેવકો કરી રહ્યા છે કામગીરી
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કોરોના રસીકરણ વધારવા માટે જાગૃકતા અભિયાન શરુ કરાયુ છે. દીવ કલેક્ટર સલોની રાયની દેખરેખ હેઠળ NSS અને NCCના સ્વયંસેવકોની ટીમો બનાવીની જનતાને કોરોના રસીકરણમાં મદદરુપ થવાનું કામ કરાઈ રહ્યુ છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કોરોના રસીકરણ વધારવા માટે જાગૃકતા અભિયાન શરુ કરાયુ છે. દીવ કલેક્ટર સલોની રાયની દેખરેખ હેઠળ NSS અને NCCના સ્વયંસેવકોની ટીમો બનાવીની જનતાને કોરોના રસીકરણમાં મદદરુપ થવાનું કામ કરાઈ રહ્યુ છે.
NSS અને NCCના સ્વયંસેવકોની ટીમો દ્વારા હાલ દીવમાં કોરોના વાયરસ અને કોરોના રસીકરણ અંગેની જાગૃતિના કામ થઈ રહ્યા છે. જેમાં, 18 થી 44 વર્ષની વય જૂથ ધરાવતા લોકોનું રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવવું, અલગ-અલગ જગ્યાએ ચાલતા રસીકરણ બૂથ પર રસીકરણ વખતે નિરીક્ષણ તેમજ રસીકરણ માટે આવતા લોકોને જરૂરી માર્ગદર્શન આપવું, ઘરે-ઘરે જઈને લોકો સાથે મુલાકાત કરી લોકોને રસીકરણ તેમજ કોવિડથી સંબંધિત જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવું, લોકોને ટેસ્ટીંગ માટે પ્રોત્સાહિત કરી રેપીડ ટેસ્ટ દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમ સાથે રહી વધુમાં વધુ ટેસ્ટીંગ કરાવવું, દીવની બંને ચેક પોસ્ટ પરથી દીવમાં પ્રવેશ કરતા અને દીવની બહાર જતા લોકોનું નિરીક્ષણ કરવું અને કોવિડની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી તેના અમલ માટે આવતા-જતા લોકો પર દેખરેખ રાખવી વગેરે કામગીરી સ્વયંસેવકો કરી રહ્યા છે.
NSS અને NCCના સ્વયંસેવકોની ટીમો કોવિડ મહામારીની આ કપરી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમને સોંપવામાં આવેલ વિવિધ કામગીરી સ્વેચ્છાએ તેમજ કોઈપણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર કરી ભારતના એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવી રહ્યા છે અને આ ઉમદા કાર્ય દ્વારા દીવ પ્રસાશનને મદદરૂપ થઇ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
