Skip to main content
Settings Settings for Dark

રાજકોટ સિવિલમાં રોજના 18 થી 20 મ્યુકોર માઈકોસીસના દર્દીઓના ઓપરેશન થાય છે

Live TV

X
  • રાજકોટમાં કોરોનાનો રિકવરી રેટ 98 ટકા પર પહોંચ્યો છે તેની સાથે મ્યુકોર માઈકોસીસના દર્દીઓ પણ વધ્યા છે. હાલ રાજકોટ સિવિલમાં મ્યુકોર માઈકોસીસના 830 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

    રાજકોટમાં કોરોનાનો રિકવરી રેટ 98 ટકા પર પહોંચ્યો છે તેની સાથે મ્યુકોર માઈકોસીસના દર્દીઓ પણ વધ્યા છે. હાલ રાજકોટ સિવિલમાં મ્યુકોર માઈકોસીસના 830 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

    રાજકોટ સિવિલમાં હાલ ટ્રોમા સેન્ટર અને ઓપીડી બિલ્ડિંગમાં મ્યુકોર માઈકોસીસના દર્દીઓની સારવાર માટે વોર્ડ બનાવાયા છે જેમાં 471 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અન્ય 184 દર્દીઓની સ્થિતિ નોર્મલ હોવાથી તેમને સમરસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે. આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આર.એસ ત્રિવેદીએ જણાવ્યુ કે હાલ રોજના 18 થી 20 મ્યુકોર માઈકોસીસના દર્દીઓના ઓપરેશન થઈ રહ્યા છે. આ સાથે રોજના સરેરાશ નવા 10 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.

    મ્યુકોર માઈકોસીસના દર્દીઓ વધતાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને ભારે શ્રમ પડી રહ્યો છે અને અત્યાર સુધીમાં 324 દર્દીઓના ઓપરેશન કર્યા છે જેમાંથી 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. એમઆઈસીની રાજકોટ સિવિલમાં હાલ 8 બાળકો સારવાર લઈ રહ્યા છે. 

    હાલ રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ઘટ્યા છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેનારા કોરોના દર્દીઓની સંખ્યા વધી છે જેથી કોરોનાનો રિકવરી રેટ 98 ટકા પર પહોંચ્યો છે. પહેલાં કોરોનાથી મોત થયેલા લોકોની અંતિમક્રિયા માટે 4 કોરોના ડેજીગ્નેટેડ સ્મશાન જાહેર કરાયા હતા જે હવે કોરોના કેસ ઘટતાં એક જ સ્મશાન ગૃહ અનામત રખાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply