દીવ : આરોગ્ય વિભાગ વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે બન્યું સતર્ક, જાણો વિશેષ અહેવાલ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં "મેલેરિયા વિરોધી માસ" ઉજવવામાં આવી રહ્યો છે. હાલની કોવિડ પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દીવ દ્વારા વરસાદની ઋતુમાં સંભવિત મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોના અટકાવ માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જે અંતર્ગત પોરનાશક કામગીરી, ગપ્પી માછલીઓનું વિતરણ, કન્ટેઈનર રિમુવલ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. હેલ્થ ઓફિસર ડો. સુલતાનના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન ફિલ્ડ સ્ટાફ દ્વારા દવાઓના છંટકાવની કામગીરી કરવામાં આવશે. લોકો પોતાના ઘરના વાડાઓ, છત પર બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરે, મીઠા પાણીનો સુરક્ષિત સંગ્રહ કરે અને પાણી ભરવાના તમામ પાત્રો હવાચુસ્ત રાખે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
