ભાવનગર: તાઉ-તે વાવાઝોડાથી નુકશાન થયેલ બાગાયતી પાકોમાં મળશે ખેડૂતોને વળતર
Live TV
-
તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતના ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ જીલ્લામાં તબાહી મચાવતા કેરી, લીંબુ, નાળીયેરી જેવા બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ભાવનગર જિલ્લામાં સરકારે સર્વે બાદ ખેડૂતોને હેક્ટર દીઠ સહાયની જાહેરાત કરી છે. બાગાયતી પાક માટે હેક્ટર દીઠ ૧ લાખ અને બે હેક્ટરની મર્યાદામાં સહાયની જાહેરાત કરતા ખેડૂતોએ તેના વળતર માટેના ફોર્મ ભરી દીધા છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો જેના ખેતરમાં બાગાયતી પાક જડમૂળથી નાશ પામ્યા છે તેને દૂર કરવાની કામગીરી પણ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતો સરકારે લીધેલા ત્વરિત પગલાં માટે સરકારનો આભાર માની રહ્યા છે.
