Skip to main content
Settings Settings for Dark

દીવ પ્રશાશકના હસ્તે તાઉતે વાવાઝોડા અંતર્ગત આર્થિક સહાય રૂપે ચેકનું વિતરણ

Live TV

X
  • દાદરાનગર હવેલી દીવ-દમણ તેમજ લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ ગઈકાલે દીવની મુલાકાતે આવ્યા હતા. તેઓએ દીવના સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં રીલીફ ફંડ વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રશાશક પ્રફુલ પટેલ દ્વારા "તાઉતે" વાવાઝોડાના કારણે નુકશાન થયું હોય તેવી બોટના માલિકોને આર્થિક સહાય રૂપે ચેકનું વિતરણ કર્યુ હતું. આ ઉપરાંત વાવાઝોડામાં જે ખેડૂતોના વૃક્ષો ધરાશાઈ થયા હતા, તેવા ખેડૂતોને એક વૃક્ષના નુક્સાન સામે બે-બે વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 
    આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાનું મુખ્ય કેન્દ્ર બિંદુ દીવ હોવાથી દીવને ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું છે. ઉપરાંત તાઉતે વાવાઝોડા સમયે પ્રશાસનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી બદલ તેઓએ કલેક્ટર સલોની રાય અને દીવના પોલીસ અધિકારીઓ સહિત દરેક વિભાગના અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
    આ પ્રસંગે કુલ ૨૯ બોટ માલિકોને સહાયના ચેક આપવામાં આવ્યા હતા અને બોટો માટે સરકાર દ્વારા કુલ 70 લાખની સહાય આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply