રાજ્યમાં કોરોનાનાં 228 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 97.98 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 228 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 874 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 97.98 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 8,05,542 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 97.98 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 3,24,615 વ્યકતિઓનું રસીકરણ પૂર્ણ.
સુરતમાં 44, અમદાવાદમાં 40, વડોદરામાં 21, રાજકોટમાં 20, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 1, જામનગરમાં 6, ભરૂચમાં 6, નર્મદામાં 1, જૂનાગઢમાં 14, સાબરકાંઠા 8, મોરબીમાં 1, અમરેલીમાં 4 કેસ નોંધાયા છે.
