દેવદિવાળી નિમીત્તે જગત મંદિરને શણગારાયુ
Live TV
-
કારતીકપૂનમના શુભ દિને દેવીદેવતાઓનો દિવાળી એટલે દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ને દામોદર ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દિવાદાનનું અનેરૂ મહત્વ હોવાથી આ દિવસે દિવા પ્રગટાવી દેવો ના ચરણોમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ ઉત્સવ દ્વારકાના જગત મંદિરમાં પણ ધામધુમ પુર્વક ઉજવવામાં આવ્યો હતો. જગત મંદિર માં દીવા પ્રગટાવવામાં કરવામાં આવ્યા હતા તથા જગતમંદિરના રાણીવાસમાં પણ પુજારીઓ તથા તેમના પરિવાર દ્વારા 1108 દિપક પ્રજવલિત કરવામાં આવ્યા હતા. દેવ દિવાળીની ઉજવણી કરાઇ હતી. આ તકે મોટી સંખ્યામાં ભાવિકો એ પટરાણી નિવાસ તથા નિજ મંદિર દીવડાઓ અને રંગોળી ના શૃંગાર ના દરસન કરી ધન્યતા અનુભવી હતી.
