સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ પર મહા અન્નકુટનું આયોજન
Live TV
-
આણંદના શ્રી સાંઇબાબા જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષથી દેવ દિવાળીના પાવન પર્વ પર જુદીજુદી થીમ આધારીત અહીં સ્થિત સાંઇબાબા અને માં અંબાની મૂર્તિ સમક્ષ મહા અન્નકુટનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ વર્ષે વિશેષ રીતે વિશ્વની સૌથી ઊંચી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ પર મહા અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદી જુદી પંદર સો એકાવન વાનગીઓ પ્રભુને ધરાવવામા આવી હતી. આ ઉપરાંત 75 કિલોની કેક તૈયાર કરવામા આવી હતી. જેના દર્શન કરવા ખુબ મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટ્યા હતા
