Skip to main content
Settings Settings for Dark

દ્વારકા નજીક ખંભાળિયા-લીંબડી હાઈવે પાસે બનશે ગુજરાતની પ્રથમ એરસ્ટ્રીપ

Live TV

X
  • 83.66 કરોડના ખર્ચે બનશે એરસ્ટ્રીપ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ખંભાળિયા-લીંમડી હાઇવે પર દ્વારિકા નજીક દત્રાણા-જવાનપર ગામ વચ્ચે ઇમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનાવાશે. રૂ.83.66 કરોડના ખર્ચે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ કામ હાથ ધરવામાં આવ્યું છે. દેશમાં જુદી જુદી દસ જગ્યા પર ઇમરજન્સી લેન્ડીંગ સુવિધા ઊભી કરવામાં આવશે. ભારત સરકારે દેશના વિવિધ નેશનલ હાઇવે પર ઇમરજન્સી લેન્ડીંગની સુવિધા ઊભી કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. આ વ્યવસ્થા વિકસાવવામાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઇન્ડિયન એયર ફોર્સનું એક ઇન્ટર મીનીસ્ટ્રીઅલ કો-ઓર્ડીનેશન ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. ભારતીય વાયુ દળ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંયુક્ત ઇન્સ્પેક્શન ગોઠવી ઇમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપના સ્થળ નક્કી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply