CM રૂપાણીની હાજરીમાં મહેસાણામાં સહકાર સપ્તાહ સંમેલન યોજાયું
Live TV
-
મહેસાણા જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં, સહકાર સપ્તાહ સંમેલન યોજાયું હતું. મહેસાણા દૂધસાગર ડેરીમાં સહકાર ભારતી આયોજિત સહકાર સપ્તાહ અને સ્નેહ મિલન અવસરમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ, વિના સહકાર નહીં ઉદ્ધારની ઉક્તિને સાચી પાડતા સહકાર ક્ષેત્ર અંગે જણાવ્યું હતું, કે છેવાડાના લોકો સુધી વિકાસના મીઠા ફળ પહોચાડવા માટે, સહકાર ક્ષેત્ર અગ્રતા ક્રમે છે.
તેમણે સહકારી પ્રવૃતિ થકી ગુજરાતના શ્રેષ્ઠ નિર્માણ માટે પહેલ કરવા, સહકારી મંડળીના અગ્રણીઓને અપીલ કરી હતી. તો નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે જણાવ્યું હતું, કે સહકાર સપ્તાહની ઉજવણી સહકારી પ્રવૃતિઓના ઉત્સવ સમાન છે.
કાર્યક્રમમાં સહકાર ભારતી દ્વારા, આર્મી વેલ્ફેર ફંડમાં રૂપિયા અગિયાર લાખનો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો, તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલા અઢાર સભાસદના વારસદારોને અઢાર લાખ રૂપિયાની સહાય પણ ચૂકવાઈ હતી. આ તકે બોલતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ, ગુજરાતની ચૂંટણીમાં તમામ છવ્વીસ બેઠકો પર જીતવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
