Skip to main content
Settings Settings for Dark

ધીમે ધીમે ગુજરાતમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર 

Live TV

X
  • ગુજરાતમાં ફેબ્રુઆરીથી બીજી લહેરનો પ્રારંભ થયો હતો

    હાલ સમગ્ર ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી દેશ અને ગુજરાતમાં કોરોના પિક પર જોવા મળતો હતો. દેશમાં લગભગ ચાર લાખની ઉપર કેસ આવી રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં કેસની સંખ્યા 14 હજારને પાર પહોંચતી જોવા મળી રહી હતી. પરંતુ આજે તેમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં ફેબ્રુઆરીથી બીજી લહેરનો પ્રારંભ થયો. પહેલી ફેબ્રુઆરીએ ગુજરાતમાં કોરોનાના 298 કેસ નોંધાયા હતા અને ત્યારબાદ સતત તેમાં વધારો જોવા મળી રહ્યો હતો. માર્ચ આવ્યો ત્યાં સુધીમાં ગુજરાતમાં કોરોના સૌથી હાઈ સપાટી પર પહોંચ્યો હતો અને એપ્રિલ માસમાં તો કોરોના તેની પિક પર હતો.

    26 એપ્રિલે રાજ્યમાં 14 340 કેસ નોંધાયા હતા. લગભગ એક સપ્તાહ સુધી કેસની સંખ્યા 14 હજારને પાર રહી હતી પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારના સારા પ્રયાસો અને લોકોના સહકારને કારણે કેસમાં ઘટાડો આવ્યો. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને હાલ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 12 હજારની આસપાસ રહે છે. વાત ગત છેલ્લા 24 કલાકની કરીએ તો 11 હજાર 84 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં પણ કેસની સંખ્યા જે 5થી 6 હજાર આસપાસ રહેતી હતી તે હવે ત્રણથી સાડા ત્રણ હજાર કેસ પ્રતિદિન આવે છે. રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન, નાઈટ કર્ફ્યુ, કડક પ્રતિબંધો અને લોકોના સાથ અને સહકારથી સ્થિતિમાં કંટ્રોલ આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply