મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં ઓક્સિજનના 4 પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું
Live TV
-
જરૂરિયાત મુજબ 18 જેટલા પ્લાન્ટ ઉભા કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે વડોદરા ખાતે ઓક્સિજનના 4 પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતુ. વડોદરાના યુવા વૈષ્ણવાચાર્ય પરમ પુજ્ય વ્રજરાજકુમારજી મહોદાય દ્વારા સરકારના પ્રયાસોમાં મદદરૂપ થવા માટે વી.વાય.ઓ. સંસ્થાએ ઓક્સિજનના ચાર નવા પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય વ્રજરાજકુમારે જાહેર કર્યું હતું કે સરકાર કહેશે ત્યાં જરૂરિયાત મુજબ 18 જેટલા પ્લાન્ટ ઉભા કરાશે. આ પ્રસંગે, વડોદરાનાં મેયર, ડેપ્યુટી મેયર, સાંસદ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેકટર, પોકિસ કમિશ્નર, ઓએસડી ડો.વિનોદ રાવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી એ વી.વાય.ઓ. સંસ્થાને કોરોના મહામારીમાં અતિ જરૂરી એવા 4 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે અભિનંદન આપ્યા હતા. ઉપરાંત 18 પ્લાન્ટ આપવાની જાહેરાતને પણ આવકારી હતી.
