નકલી પોલીસથી બચવા અભિયાન હાથ ધરાયું
Live TV
-
સોશિયલ મિડિયા અને રીક્ષામાં માઇક લગાવી માહિતગાર કરવા માટે પોલીસ તંત્ર આગળ વધયું.
વલસાડ જિલ્લા અને વાપીના બજારોમાં કે મંદિરોમાં જતી બહેનોને ભાઇઓને અને ખાસ કરી વડીલોને નકલી પોલીસ બની આગળ ચેકીંગ ચાલુ છે કે મારામારી થઇ છે તેવી વાત કરી દાગીના ઉતરાવી રફુચક્કર થઇ જતી ટોળકી વિરૂધ્ધ વલસાડ જિલ્લા પોલીસ વડાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને આ માટે ખાસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યુ છે.
વાપી પોલીસ દ્વારા વાપીના અલગ અલગ વિસ્તારોમાં ઓટો રીક્ષા દ્વારા માઇક લગાડી ને એલાઉન્સ કરવામાં આવી રહ્યું છે કે નકલી પોલીસ થી જનતા સાવચેત રહો અને કોઈ પણ એવા વ્યક્તિ જણાય તો નજદીકી પોલીસમાં સંપર્ક કરવુ. આ અંગે વિગતો આપતા વાપી જીઆઈડીસી પી.આઈ. એસ.જે. બારીયા જણાવ્યું હતું કે, અમારી પાસે અવારનવાર નકલી પોલીસ બની દાગીના ઉતરાવી જતી ટોળકીની તેમજ ચીલ ઝડપ કરતી ટોળકીની ફરિયાદો આવતી હતી. જે માટે લોકોમાં આ અંગે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી હતી કે પોલીસ ક્યારેય કોઇના દાગીના ઉતરાવતી નથી. આ મેસેજને શહેરના અને જિલ્લાના છેવાડાના લોકો સુધી પંહોચાડવા માટે હાલ અમે તમામ વાપીના વિભિન્ન વિસ્તારમાં એક રિક્ષા દ્વારા આ અંગે જાહેરાત કરી રહ્યા છીએ અને આવા લેભાગુ તત્વોથી બચવા અનુરોધ કરી રહ્યા છીએ.
વધુમાં ડીજીટલ યુગની સાથે આ અભિયાન મેસેજથી પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ રીતે લોકોમાં પણ નકલી અને અસલી પોલીસ વચ્ચેની જે ભેદરેખા છે તે દૂર કરી શકાશે અને સમાજમાં પોલીસની ખરી કામગીરીની સમાજને જાણ થશે.આમ પોલીસ ડીપાર્ટમેન્ટ હવે માત્ર પોલીસગીરી પુરતી નહી પરંતુ સમાજને સાચી દીશા આપનારી પહેલ કરી લોકોમાં માનભર્યુ સ્થાન પણ મેળવી રહ્યું છે.