Skip to main content
Settings Settings for Dark

નડિયાદમાં બની માનવતાની દિવાલ, સંતરામ મંદિરના મહંતે કર્યું ઉદ્દઘાટન

Live TV

X
  • ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણાથી નડિયાદ ખાતે બનાવાઈ છે માનવતાની દિવાલ..

    જિલ્લા કક્ષાની એક સામાજીક સંસ્થા દ્વારા તાજેતરમાં શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રાદ્ધ ઘાટની બહાર આવેલી દીવાલ પર માનવતાની દીવાલ રૂપી એક બોક્સ બનાવવામાં આવ્યું છે.

    જેમાં કપડા, રમકડા, ચંપલ સહિતની જીવન જરૂરિયાની ચીજ વસ્તુઓ મૂકવામાં આવી છે.  જરૂરિયાતમંદ કોઈપણ વ્યક્તિ અહીં આવી કોઈ પણ બે વસ્તુ લઈ શકે છે. સાથે જ કોઈપણ વ્યક્તિ આવી ચીજવસ્તુઓ આ દિવાલ પર મૂકી પણ શકે છે.  શ્રી સંતરામ મંદિર પ્રેરિત આ માનવતાની દીવાલનું ઉદઘાટન શ્રી 

    સંતરામ મંદિરના પ્રતિનિધિ સંત પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ તથા શ્રી આનંદ આશ્રમના પૂજ્ય મહંત શ્રી મુદિત વંદનાનંદજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સમારંભ વખતે ઉપસ્થિત ભિક્ષુકે આ માનવતાની દીવાલનો લાભ પણ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply