ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસે CM રૂપાણીએ સૈનિક કલ્યાણ નિધિમાં આપ્યો ફાળો
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસના અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો આભાર વ્યક્ત કરી સૈનિક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.
આ દરમિયાન મુખ્યમંત્રીએ દેશની સુરક્ષા સાચવતા ફરજપરસ્ત જવાનો પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી અને સાથે જ તેમણે નાગરિકોને પણ સૈનિક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, આપણી સીમાઓ સાચવતા આ વીર જવાનો પડકારો, વિપદાઓ અને વિકટ સ્થિતીમાં પણ અડગ રહીને પોતાના પ્રાણની પરવા કર્યા વિના રાષ્ટ્ર રક્ષા કરે છે.
માતૃભૂમિની રક્ષા માટે જાન કુરબાન કરનારા વીર શહિદોનું સશસ્ત્ર સેના દિવસે યાદ કરી તેમના પરિવારજનોના કલ્યાણ માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે ફાળો આપી નાગરિક કર્તવ્ય ભાવ અદા કરવા પણ વિજયભાઇ રૂપાણીએ અનુરોધ કર્યો હતો.
ગુજરાત સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક સાથે એનસીસી કેડેટ્સ તથા ડિફેન્સ પીઆરઓ શશિકાન્તે ફાળાનો સ્વીકાર કર્યો હતો.
