નર્મદામાં ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે ઓક્સિજનનો પ્લાન્ટ સહાય રૂપે મળ્યો
Live TV
-
કોરોના મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં ઓક્સિજનનો પુરતો પુરવઠો ઉપલબ્ધ મળી રહે તે હેતુથી જિલ્લાને ઓક્સિજનનો પ્લાન્ટ સહાય રૂપે પ્રાપ્ત થયો છે.જિલ્લાની કોવિડ હોસ્પિટલને CSR ફંડ હેઠળ વડોદરાની હેમાની ઇન્ડસ્ટ્રી કંપનીના સહયોગથી આ ઓક્સિજન પ્લાન્ટ સહાયરૃપે પૂરો પાડવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા પ્રતિ કલાકે ૧૦ હજાર લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાશે. જેને કારણે હોસ્પિટલના ૮૦થી વધુ ઓક્સિજન બેડને આ પુરવઠો ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા વાસીઓને ઓક્સિજન રિફિલિંગ માટે બહાર જવુ પડતું, પરંતુ આ ઓક્સિજન પ્લાન્ટ હવે જિલ્લાવાસીઓ માટે આશીર્વાદ રૃપ બનશે.
