Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લામાં “U-Win” કાર્ડની ઓનલાઇન નોંધણીની કામગીરી હાથ ધરાઈ

Live TV

X
  • જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શ્રમિકોની નોંધણી કરી તાત્કાલિક ધોરણે “U-Win” કાર્ડ પુરૂં પાડવા જણાવાયું

    અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલ અને મોબાઇલ એપનું તાજેતરમાં જ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં બાંધકામ ક્ષેત્રના અસંગઠિત શ્રમયોગીઓ અને બાંધકામ ક્ષેત્ર સિવાયના તમામ પ્રકારના અસંગઠિત શ્રમયોગીઓની જરૂરી નોંધણીની સાથે તે અંગેના કાર્ડ પુરા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

    નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A) હેઠળના અંદાજે ૯૯ હજાર જેટલા રેશનકાર્ડ ધારકોને આવરી લઇ, આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે લગત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ અંગે નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીઓ તેમજ શ્રમ વિભાગના જિલ્લા CSC અને જે તે ગામના CSC સાથે જરૂરી સંકલન સાધીને આ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપી અને જે તે ગામના CSC દ્વારા સ્થળ પર જ “U-Win” કાર્ડ પુરૂં પાડવા કામગીરી કરવા જણાવ્યું હતું. 

    જ્યારે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ગત એક વર્ષમાં ઓછામાં ઓછા 20 દિવસ બાંધકામ ક્ષેત્રે કામ કરેલ હોય તેનું પ્રમાણપત્ર રજુ કરે, તેને સ્થળ ઉપર જ નોંધણી કર્યા બાદ તેમના કાર્ડ મંજૂર કરાશે અને ત્યારબાદ નજીકના CSC સેન્ટર પરથી તેઓ રૂબરૂ કાર્ડ મેળવી શકાય તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply