રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની આગાહી
Live TV
-
અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે તેવી હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પણ પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, તો ભરૂચમાં ગઈકાલે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
