Skip to main content
Settings Settings for Dark

નર્મદા ટ્રેકીંગ કેમ્પમાં દેશભરના NCCના એક હજારથી વધુ કેડેટસે ભાગ લીધો

Live TV

X
  • નર્મદા જિલ્લા રાજપીપલા એન.સી.સી. લીડરશીપ એકેડમી-જીતનગર અને એન.સી.સી. મુખ્યાલય-વડોદરા ગૃપના ઉપક્રમે એન.સી.સી.-સિનીયર અને જુનીયર ડિવીઝનના કેડેટસ માટે રાષ્ટ્રીયકક્ષાના સરદાર પટેલ નર્મદા ટ્રેકીંગ કેમ્પ-૨૦૧૯ અનવ્યે દેશભરના જુદા જુદા રાજયોમાંથી એન.સી.સી.ના અંદાજે ૧૦૦૦ જેટલા કેડેટસ ભાગ લઇ રહ્યા છે. પ્રથમ બેચને એન.સી.સી.ના એડીશનલ ડાયરેકટર જનરલ મેજર રોય જોસેફે જીતનગર NCC એકેડમી ખાતેથી ફલેગ ઓફ કરી ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાવ્યો. ટ્રેકીગ કેમ્પ ૫૬ કિ.મી. છે. જેમાં ગુજરાત, દાદરા અને નગરહવેલી, દીવ અને દમણ, અમદાવાદ દ્વારા એન.સી.સી. ગૃપ હેડકવાર્ટર વડોદરાની દોરવણી હેઠળ યોજાયો.

    નર્મદા જિલ્લા રાજપીપલા એન.સી.સી. લીડરશીપ એકેડમી-જીતનગર અને એન.સી.સી. મુખ્યાલય-વડોદરા ગૃપના ઉપક્રમે  એન.સી.સી.-સિનીયર અને જુનીયર ડિવીઝનના કેડેટસ માટે રાષ્ટ્રીયકક્ષાના સરદાર પટેલ નર્મદા ટ્રેકીંગ કેમ્પ-૨૦૧૯ અનવ્યે દેશભરના જુદા જુદા રાજયોમાંથી એન.સી.સી.ના અંદાજે ૧૦૦૦ જેટલા કેડેટસ ભાગ લઇ રહ્યા છે.  પ્રથમ  બેચને એન.સી.સી.ના એડીશનલ ડાયરેકટર જનરલ મેજર રોય જોસેફે  જીતનગર NCC એકેડમી ખાતેથી ફલેગ ઓફ કરી ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાવ્યો.  ટ્રેકીગ કેમ્પ  ૫૬ કિ.મી.  છે. જેમાં  ગુજરાત, દાદરા અને નગરહવેલી, દીવ અને દમણ, અમદાવાદ દ્વારા એન.સી.સી. ગૃપ હેડકવાર્ટર વડોદરાની દોરવણી હેઠળ યોજાયો.

    આ પ્રકારની ઐતિહાસિક અને સાહસિક પ્રચલિત ટ્રેકીંગ કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અને જીવનમાં એકવાર તક મળ્યા બાદ એન.સી.સી. કેડેટસ તેની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આજે આ કેમ્પમાં ભાગ લઇ રહેલા કેડેટ્સમાં ખુબજ ઉત્સાહ જાણતો હતો. આ ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લેનાર છાત્રોની જુદી-જુદી ટુકડીઓ જીતનગરથી જુનારાજ,  સહિતના જંગલોમાં  ટુકડીઓ પણ તબક્કાવાર ટ્રેકીંગ માટે જૂનારાજ અને કેવડીયા કોલોની થઇ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચશે. આ કેમ્પમાં 17 જેટલા ડૅયરેક્ટરો અલગ  અલગ રાજ્યોના કેડેટ્સો ભાગ લઇ રહ્યા છે.  જિલ્‍લામાં યોજાનારા આ ટ્રેકીંગ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય એ છે, કે આમાં  ભાગ લેનાર એનસીસી છાત્રો  તેમની આ મુલાકાત દરમિયાનના ગુજરાતના મીઠા સંસ્મરણો અને અવિસ્મરણીય સ્મૃતિ સાથે તેમના વિસ્તારમાં પરત ફરશે. અને ટ્રેકિંગની વિવિધ માહિતી મેળવીને પોતાનામાં શિસ્ત અને એકતા લાવશે.કેમકે એન સીસી નું જીવન એટલે એક ફૌજી નું જીવન અને આ જીવન જીવે એન સી સી કેડેટ પોતાની જાતને એક ફૌજી સમજીને આગળ વધે છે વળી એન સી સી ના આ કેડેટ્સ ને ફૌજ માં જવા ની તકો પણ આવા કેમ્પ થકી વધી જાય છે આ અંગેની માહિતી મેજર જનરલ રોય જોસેફ   એ આપી હતી  નર્મદા જીલ્લો ટ્રેકિંગ માટે બેસ્ટ છે અને આહિયા ની આબોહવા, જંગલ પર્વતો, નદી, નાળા, ઝરણા સૌ ખુબ સુંદર છે અને ટ્રેકિંગ માટે ઉતમ જગ્યા છે, જેથી હેડ ક્વાટર ટ્રેકિંગ સેન્ટર રાજપીપળા માં ઉભું કરાયું છે, આજે ભારત ના ખૂણા ખૂણા થી આવતાછાત્રો ને આ સ્થળ ખુબ  ગમ્યું છે. ભાગ લેનાર કેડેટ્સ માં પણ અનેરો ઉત્સાહ હતો તેઓ કહે છે કે  મઝા આવે છે અને આમરે  માટે આ એક સોનેરી અવસર બની રહેશે કે જેમાં દેશભરના દુરદુરના વિવિધ રાજ્યોમાંથી ભાગ લેનાર છાત્રો તેમના વિસ્તારના રીત-રિવાજ, રહેણી-કરણી સહિત વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓના આદાન-પ્રદાનથીઅમે  માહિતગાર થઇ રહ્યા છે વળી આવા  કેમ્પ થકી જ અમે હાલ એક ફૌજી તરીકે નું જીવન જીવી રહ્યા છે અને શિસ્ત ની સાચી સમજ પણ મેળવી રહ્યા છે આ પ્રકારની શિબિર છાત્રોને તેમના વ્યક્તિત્વના વિકાસ માટે સોનેરી તક પુરી પાડે છે અને તેમાંથી દેશના ભાવિ નેતાઓનું ઘડતર પણ થાય છે જે રાષ્‍ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના વધુ મજબુત બનાવવામાં મહત્વનું પ્રદાન કરે છે ત્યારે નર્મદા જીલ્લા માટે વન બ્રહ્મણ એ આકર્ષણ નું કેન્દ્ર પણ બનતું જાય છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply