Skip to main content
Settings Settings for Dark

નવસારીના પ્રથમ ઓક્સિજન પ્લાન્ટનો આજે શુભારંભ કરવામાં આવ્યો

Live TV

X
  • નવસારી જીલ્લાનો સૌપ્રથમ ઓક્સિજન પ્લાન્ટ આજે નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનાં હસ્તે શુભારંભ કરવામાં આવ્યો

    નવસારી નેશનલ હાઈવે પાસે આવેલા ભુલાફળિયા ગામ ખાતે એક કરોડ થી વધુ રૂપિયાના ખર્ચે નવસારી જીલ્લાનો સૌપ્રથમ ઓક્સિજન પ્લાન્ટ આજે નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનાં હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કુદરતી હવામાંથી 21 ટન ઓક્સિજન ઉત્પન્ન કરે તેવો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ 21 હજાર લિટરની ટાંકી સાથે પ્લાન્ટમાં સાત ક્યુબિક મીટરનો એક એવા બારસો જેટલા બોટલા એકસાથે ભરાઈ શકે એવી વ્યવસ્થા નવસારીના દાતાઓ દ્વારા ઉભી કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ભારે અસર બાદ નવસારીમાં પ્લાન્ટ શુભારંભ સાથે હવે નવસારી અન્ય જિલ્લા પર નિર્ભર રેહવું પડશે નહિ. નવસારીની સરકારી અને ખાનગી હોસ્પિટલ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ પ્રસંગે નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈ, જલાલપોર ધારા સભ્ય આર.સી પટેલ, માજી વનમંત્રી મંગુભાઈ પટેલ સાથે ભાજાપા અગ્રણી કાર્યકરો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply