Skip to main content
Settings Settings for Dark

રાજ્યના તમામ નર્સીંગ કર્મચારીઓના નર્સીંગ એલાઉન્સમાં 130 ટકાનો માતબર વધારો: DyCm

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યના તમામ નર્સીંગ કર્મચારીઓને 1700 રૂપિયાનો એટલે કે 130 ટકા જેટલો માતબરનો વધારો કરી 3000નું વધુ નર્સીંગ એલાઉન્સ આપવામાં આવશે. 1 જુલાઈથી આનો લાભ નર્સીંગ સ્ટાફને આપવાનો નિર્ણય આરોગ્ય મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. જેનો લાભ 15000 થી વધુ નર્સીંગ સ્ટાફને મળશે.

    આજે ગાંધીનગર ખાતે યુનાઇટેડ નર્સીંગ ફોરમની માગંણીઓ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, નાણા વિભાગના સચિવ મિલિન્દ તારાવને, ફોરમના પ્રમુખ દીપકમલ વ્યાસ સહિતના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ બેઠકમાં આ મુદ્દાને લઇ વિસ્તૃત ચર્ચા-વિચારણા થઇ હતી. ફોરમના પ્રતિનિધિઓએ એલાઉન્સ વધારા સહિતના અન્ય પ્રશ્નોના નિકાલ અંગે સંતોષ વ્યક્ત કર્યો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, રાજ્યના તમામ લોકોને તરત જ આરોગ્યક સવલતો મળી રહે તે માટે વધુ માનવબળ જોડાય તે માટે 2000 વધુ ભરતી બહાર પાડવામાં આવી છે જેની પરીક્ષા 20 જૂન 2021ના રોજ જીટીયુ દ્વારા યોજાવાણી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply