Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં આજે ખાસ ટ્રાન્સજેન્ડર વર્ગ માટે રસીકરણ કેમ્પ યોજાયો

Live TV

X
  • રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં રસીકરણનું પ્રમાણ વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા

    રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અમુક વિસ્તારો ભય તેમજ અફવાઓ અને અંધશ્રદ્ધાના કારણે રસીકરણ ઘટી રહ્યું છે. સરકાર બધા જ વિસ્તારોમાં રસીકરણ વધે તે માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રસીકરણને લઇ જુદી જુદી અફવાઓ અને અંધશ્રદ્ધાને કારણે રસીકરણનું પ્રમાણમાં ઓછું થઇ રહ્યું છે. વેક્સિનેશન વધારવા માટે હવે આરોગ્ય વિભાગની સાથે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને મનોવિજ્ઞાન ભવન જોડાયું છે. રાજકોટમાં આજે ખાસ ટ્રાન્સજેન્ડર માટે રસીકરણ કેમ્પનું આયોજન સમાજ સુરક્ષા વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાથે મળી કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાથી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજકોટ મહાનગપાલિક સાથે મળી હાથીખાના ચોક પાસે આવેલી નવયુગ સ્કૂલ ખાતે ટ્રાન્સજેન્ડર માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમા આજ રોજ 35 ટ્રાન્સજેન્ડરને વેક્સિન આપવામાં આવી હતી. ટ્રાન્સજેન્ડર વર્ગને વેક્સિનેશન વિશે પ્રથમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આજે તમામને રસી આપવામાં આવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply