નવી S.O.P. મુજબ 12 જૂનથી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે
Live TV
-
આવતીકાલથી રાજ્યમાં S.O.P.ના પાલન સાથે મંદિરો ખૂલી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ 12 જૂનથી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. મંદિરમાં દર્શનનો સમય સવારે 7.30 થી 10.45, બપોરે 12.30 થી 4.15, અને સાંજે 7.00 થી 9.00 કલાક સુધીનો રહેશે. તેમજ દર્શન કરવા આવનારે કોવિડ-19ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. દર્શનાર્થી દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં બિનજરૂરી રોકાણ કરી શકશે નહીં. ઉપરાંત ભીડ ન થાય તે માટે દર્શનાર્થીઓ દેવ સ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in દ્વારા પણ ઓનલાઈન ટોકન બુક કરાવી શકશે. રાજ્યભરના દેવસ્થાનો આવતીકાલ 11 જૂનથી ખુલી રહ્યા છે. દ્વારકાનું જગત મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે ખુલવા જઈ રહ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર 11 જૂનથી ભાવિકો માટે ખૂલશે. મંદિરના નિયત દર્શન સમય તેમજ ગાઈડલાઈન મુજબની વ્યવસ્થા સાથે મંદિર દર્શનાર્થીઓ માટે ખુલશે. શ્રદ્ધાળુઓને ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરીને સામાજીક અંતર જાળવવું પડશે. ટેમ્પરેચર ચેક કરાવીને હાથ સેનેટાઈઝ કરીને જ મંદિર પ્રવેશ કરવાનો રહેશે. આ સાથે રાજ્યના અન્ય શહેરોમાં પણ ગાઇડલાઇન મુજબ મંદિર ખુલી રહ્યા છે.
