Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રીના હસ્તે માણસા જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઓક્સિજન સહિત અન્ય સુવિધાઓ પૂરી પાડવાના હેતુ સાથે માણસા જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. શ્રી વૈષ્ણવોદેવી મંદિર અમદાવાદના મુખ્ય વહીવટકર્તા મુકેશભાઈ અને રશ્મિબેન વર્મા દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટ માટે અનુદાન આપવામાં આવ્યું. આ ઉપરાંત, કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરા રક્ષણાત્મક પગલાં સ્વરૂપે પીડિયાટ્રિક વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં 125 કેવીએ DG SET ની સુવિધા ઉભી કરવા તથા અન્ય સુવિધાઓ માટે વિદેશમાં વસતા તાલુકાના દાનવીરોએ માદરે વતનને મદદરૂપ થવા પોતાનો નાણાકીય સહયોગ પણ પૂરો પાડ્યો છે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply