શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો. કાર્યક્રમના અધ્યક્ષ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શુભેચ્છાઓ આપી સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
આ ઓનલાઈન પદવીદાન સમારોહનું યુનિવર્સિટીની વેબસાઈટ, ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતું. જેમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા. કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરાયા. ઉલ્લેખનીય છે કે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર એવા પાંચ જીલ્લાની કુલ ૧૭૧ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કાર્યરત છે.
