Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રીની કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા 'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ'માં પસંદગી

Live TV

X
  • રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા ''કોવિડ રાહત સામગ્રી''માં છૂટછાટો આપવા માટે રચાયેલ ''ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ''માં પસંદગી કરવામાં આવી છે. ગત 28 મેના રોજ મળેલી GST કાઉન્સિલની 43મી બેઠક બાદ કેન્દ્ર સરકારે કોવિડની સારવારને સંલગ્ન ચીજવસ્તુઓની ખરીદીમાં ''ગુડ્સ અને સર્વિસ ટેક્સ'' માં રાહત આપવા માટે કન્વીનર સહિત 08 સભ્યોના ''ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ'' ની એક સમિતિની રચના કરી છે. આ સમિતિના કન્વીનર પદે મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાની પસંદગી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, આ 'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ'' કોવિડ રસી, દવાઓ અને તેની સારવાર, ટેસ્ટિંગ કીટ્સ, મેડિકલ ગ્રેડ ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, સેનિટાઇઝર્સ, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ સહિતની સલંગ્ન ચીજવસ્તુઓની ખરીદીમાં જીએસટીમાં રાહત આપવાની જરૂરિયાત છે કે નહિ તે અંગેની જરૂરિયાત ચકાસીને તેમની ભલામણો રજૂ કરશે. અને આગામી 08 જૂન, 2021 સુધીમાં ''જીએસટી કાઉન્સિલ'' ને સુપ્રત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply