GTU: વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજી લોકર પર અપલોડ કરનારી રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી બની
Live TV
-
દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટીફિકેટ્સનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાંન્ટ કમિશનના(યુ.જી.સી.) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડિજીલોકરમાં ડિગ્રી સર્ટીફિકેટ અપલોડ કરવા દરેક શૈક્ષણિક સંસ્થાઓને જણાવ્યું હતું. જેના ઉપક્રમે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ એ શૈક્ષણિક વર્ષ 2011 થી 2020 સુધીના, જુદાં-જુદાં 40 કોર્સના ડિપ્લોમાંથી લઈને પી.એચડી સુધીના કુલ 7 લાખ 7 હજાર 41 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજી લોકર પર અપલોડ કરનારી રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી બની છે. આ સંદર્ભે જી.ટી.યુ. ના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થવાને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરીફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓન લાઈન સવલત મળી રહે તે હેતુસર જી.ટી.યુ. હંમેશા કાર્યરત રહે છે.
