પરપ્રાંતીયો ધીરજ રાખે, તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થામાં સહયોગ આપે : DGP
Live TV
-
સોશિયલ મીડીયાના માધ્યમ દ્વારા કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય, કોમી લાગણી ભડકે, શ્રમિકો ગેરમાર્ગે દોરાય તેવી ભડકાઉ પોસ્ટ કે અફવા ન ફેલાવવા ભારપૂર્વક અનુરોધ કરતા કહ્યું કે, આવું બનશે તો તેમની સામે પણ શક્ય એટલા કડક પગલાં લેવાશે
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટે અને નાગરિકો આ કોરોનાની વૈશ્વિક મહામારીથી બચાવી શકાય એ માટે રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ દ્વારા શક્ય એટલા સઘન પ્રયાસો કરાય છે. લૉકડાઉનને અસરકારક બનાવવાની વહીવટી તંત્રની આ કાર્યવાહીમાં કાયદો હાથમાં લઇ અવરોધ ઉભો કરનાર અસામાજિક તત્વોને પણ સાંખી લેવાશે નહીં.લૉકડાઉન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી ઘટનાઓમાં સામેલ તત્વોને શોધી-શોધીને ધરપકડ કરી શક્ય એટલી વધુમાં વધુ કડક કાર્યવાહી કરાશે. લૉકડાઉનના અમલ તથા કોરોના સંક્રમણને રોકવા માટેની કામગીરીમાં અવરોધ ઉભો ન કરવા લોકોને અપીલ કરતાં શ્રી ઝાએ પોલીસ સહિત અન્ય સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર કોઇ પણ વ્યક્તિને છોડાશે નહીં એમ ચીમકી ઉચ્ચારી હતી.
શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી 175 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૮૭૮ ગુના દાખલ કરીને ૨૧,૦૭૮ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૭૮ ગુના નોંધીને ૮૧ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨૮૫૬ ગુના નોંધીને ૩૯૮૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.શિવાનંદ ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૩ ગુનામાં ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૬૨૯ ગુનામાં કુલ ૮૮૪ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૫ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૭૧૬ ગુના દાખલ કરીને ૧૪૫૯ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૩ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.