વંદે ભારત મિશન : વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓ આજથી તબક્કાવાર પરત ફરશે, જાણો ફ્લાઈટ વિશે
Live TV
-
મુખ્યમંત્રીના સચિવ અશ્વીનીકુમારે આપેલી માહિતી મુજબ આજથી લઈને 13 મે સુધીમાં તબક્કાવાર વિવિધ દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવશે
કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે 5 દેશમાંથી ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવવાની છે. આ પૈકીની પ્રથમ ફ્લાઇટ રવિવારે બપોરે સિંગાપોરથી આવશે. જેમાં 243 વિદ્યાર્થીઓ છે..શરૂઆતમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ કુલ 6 ફ્લાઇટ હશે. અમદાવાદમાં 10મીએ સિંગાપોર, 12મીએ મનિલા-નેવાર્ક, 13મીએ કુવૈત, 14મીએ લંડનથી ફલાઇટ આવશે. વિદેશથી અમદાવાદ આવતા તમામને સૌપ્રથમ મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. એરપોર્ટ ખાતે આ વિદ્યાર્થીઓને રીસીવ કરવા, ક્વોરન્ટાઇન કરવા જેવી સમગ્ર વ્યવસ્થા માટે ખાસ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવેલી છે.
વંદે ભારત મિશન અંતર્ગત પ્રથમ તબક્કામાં આ દેશમાં ફસાયેલા ભારતીયો પરત ફરશે
- 10 મેના રોજ - બપોરે 3.30 કલાકે સિંગાપૂરથી ફ્લાઈટ અમદાવાદ આવશે,જેમાં 243 ભારતીયો હશે
- 11 મેના રોજ - રાત્રે દોઢ વાગ્યે ફીલીપીન્સથી ફ્લાઈટ અમદાવાદ આવશે, જેમાં 243 ભારતીયો હશે
- 12 મેના રોજ - સવારે 4 વાગ્યે અમેરિકાથી અમદાવાદ આવશે ફ્લાઈટ, જેમાં 147 ભારતીય યાત્રીઓ હશે
- 13 મેના રોજ - વહેલી સવારે 1.45 કલાકે યુકેથી ફ્લાઈટ અમદાવાદ આવશે, જેમાં 317 ભારતીય હશે
- 13 મેના રોજ - રાત્રે 11.15 કલાકે કુવૈતથી ફ્લાઈટ અમદાવાદ આવશે, જેમાં 149 ભારતીયો હશે
અમદાવાદના ડીડીઓ અરૃણ મહેશ બાબુએ જણાવ્યું કે, ' પ્રવર્તમાન સંજોગોને પગલે વિદેશથી અમદાવાદ આવી રહેલા પ્રત્યેકને મેડિકલ સ્ક્રીનિંગ, થર્મલ સ્કેનરમાંથી પસાર થવું પડશે. જેના માટે આરોગ્ય વિભાગની ટીમ-ડોક્ટરો પણ તૈનાત રહેશે. મેડિકલ સ્ક્રીનિંગ દરમિયાન જેનામાં કોરોનાના કોઇ લક્ષણ નહીં હોય તેને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. ક્વોરન્ટાઇન થવાના આ 14 દિવસ પૂરા થયા બાદ જ તેઓ ઘરે પરત ફરી શકશે. આ દરમિયાન તેઓ પોતાના સ્વજનોને પણ મળી શકશે નહીં