રાજ્યમાં કોરોના વાયરસની સંક્રમણની સ્થિતિ ચિંતાજનક,સુરતમાં 30 જ્યારે ભાવનગરમાં નવા 10 કેસ નોંધાયા
Live TV
-
અરવલ્લીમાં પણ કેસની સંખ્યા ચિંતાજનક વઘારો, જ્યાં 2 પોઝીટીવ કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસની આંક 74 થયો
રાજ્યમાં કોરોના વાયરસની સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સુરતમાં નવા 30 કેસ નોંધાતા કુલ કેસનો આંક 840 પર પહોંચ્યો. જ્યારે ભાવનગરમાં એક સાથે નવા 10 કેસ નોંધાતા , કુલ કેસની સંખ્યા 74 થઇ છે. બીજી તરફ અરવલ્લીમાં પણ કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, જ્યાં 2 પોઝીટીવ કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસની આંક 74 થયો છે.સાબરકાંઠાના હિંમતનગરમાં મોડી રાત્રે એક વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો.તો પંચમહાલના ગોધરામાં વધુ કેસ પોઝિટિવ આવ્યા.ગોધરાના લીમડી ફળિયા વિસ્તારમાંથી આ બન્ને કેસ મળી આવતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 66 થઈ ગઈ છે.જેમાં એકલા ગોધરના 61 કેસ છે.તો જામનગરમાંથી પણ મોડી રાત્રે એક કેસ પોઝિટવ આવ્યો. બીજીતરફ રાજકોટમાં પણ 2 કેસ પોઝિટીવ આવ્યાં છે. અમદાવાદથી પરત આવેલા ગોંડલમાં પતિ-પત્નીના કેસ પોઝીટીવ આવતાં , તંત્ર દોડતું થયું હતું. આ નવા 2 કેસ સાથે રાજકોટ જીલ્લામાં સંક્રમિત કેસનો આંકડો 67 પર પહોંચી ગયો છે. બનાસકાંઠામાં 2 નવા કેસ નોંધાયા હતા. કચ્છમાં મુંબઇથી આવેલી યુવતી હકીકત છુપાવવાના લીધે તેમની સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.