CM રૂપાણીએ ઉદ્યોગો માટે રાહતની જાહેરાત કરી, જાણો એક ક્લીકમાં
Live TV
-
રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કોરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે. મુખ્ય મંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ જાહેરાતોની વિગતો આપી હતી . મુખ્યમંત્રીએ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને 4 જેટલી રાહતો આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી. નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020 ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવા નો નિણર્ય કર્યો છે. તારીખ 10 મે ના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15 15 દિવસ ના ચાર હપ્તા આપવામાં આવશે.
વિજય રૂપાણી એ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય આવા ઉદ્યોગકારો માટે લઈને એવું પણ જાહેર કર્યું છે કે ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસ માંથી પણ 3 મહિના એટલેકે એપ્રિલ મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે.