પાટણના ધારપુરમાં મેડિકલ કોલેજ ખાતે 375 બેડ ઉભા કરાયા
Live TV
-
પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ધારપુર મેડિકલ કોલેજ ખાતે 375 બેડ ઉભા કરાયા છે. જેમાં બે ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે. ઉચ્ચ ટેક્નોલોજી સાથે આ પ્લાન્ટમાં 25 ટકા ઓક્સિજનની હાલ બચત થઈ રહી છે. પાટણ જિલ્લાના ધારપુર સ્થિત હોસ્પિટલમાં હાલ પાટણ, કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા સહિતના કોરોના દર્દીઓ સારવાર મેળવતા આવતા હોય છે. અહી ૩૭૫ ઑક્સીજન બેડ હોવાની સાથે આ વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ છે. ઑક્સીજનની જરૂરિયાતને પહોંચી વળવા અહીં ત્રણ જેટલા ઑક્સીજન પ્લાન્ટ કાર્યરત છે. જે દૈનિક ૯ કે.એલ ઑક્સીજન જથ્થો કોરોના દર્દીઓના બેડ સુધી પહોંચાડે છે. સાથે સાથે આ પ્લાન્ટમાં ૫ દિવસ સુધીનો પુરવઠો સચવાય તે પ્રકારેની વ્યવસ્થા ઊભી કરાય છે, ત્યારે આ અંગે અમે પ્લાન્ટના અધિકારી સાથે ખાસ વાતચીત કરી હતી.
