પાણી પ્રશ્નોના ઉકેલ માટે કુંવરજી બાવળીયાએ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારની લીધી મુલાકાત
Live TV
-
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મોડી રાત્રે ગ્રામીણ વિસ્તારમાં લોકો સાથે પાણી પ્રશ્નનોના ઉકેલ માટે મુલાકાત કરી હતી. તેમણે લોકોની સમસ્યા અને મુશ્કેલીઓ વિષેના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ લાવવા માટે તેમની મુલાકાત લીધી હતી.
જરૂર હોય ત્યાં ટેન્કર દ્વાર પણ પાણી પહોંચાડવા માટે કડક સૂચના આપી
કુંવરજી બાવળિયાએ મોડી રાત્રે વાંકાનેર પંથક ગ્રામીણ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને ગામ લોકોનો પાણી પ્રશ્નનો ટૂંક સમયમાં જ ઉકેલ લાવવા માટે અધિકારીઓને સૂચન આપ્યું હતું. અને સાથે જ જણાવ્યું હતું કે જ્યાં જરૂર હોય ત્યાં ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવા માટે વિભાગીય અધિકારીઓને કડક સૂચના આપી હતી.અધિકારીઓ સાથે કુંવરજી બાવળી પહોંચ્યા
તેમણે લોકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો વહીવટી તંત્ર, પાણી પુરવઠા વિભાગને પાણી અંગેના પ્રશ્નોની જાણ કરે સરકાર તેને ઉકેલવા માટે કટિબદ્ધ છે. મોડી રાત્રે વાંકાનેર તાલુકાના ગ્રામીણ વિસ્તારોની મુલાકાતે મામલતદાર અને વિભાગના અધિકારીગણને સાથે રાખીને કુંવરજી બાવળી પહોંચ્યા હતા.
