Skip to main content
Settings Settings for Dark

મહીસાગર: વન વિભાગ દ્વારા ઔષધિય રોપા વાવવામાં આવ્યા, પર્યાવરણ જાગૃતિ માટે કરી સાયકલ રેલી

Live TV

X
  • વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વન વિભાગ દ્વારા 108 રોપા વાવીને પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ રેલી

    મહીસાગર જિલ્લામાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર રોગપ્રતિકારક શક્તિ વધારતા તુલસી, ગળો અને અરડૂસી જેવા 108 છોડ વાવ્યા હતા. જેમાં મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા અને નાયબ વન સંરક્ષક સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી. તેમણે સ્વહસ્તે આ ઔષધિય રોપા રોપીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

    જનજાગૃતિ માટે સાયકલ રેલીનું પણ આયોજન 
    સાથે સાથે વન વિભાગ દ્વારા જનજાગૃતિ સંદેશ માટે સાઈકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને ગ્રીન મહીસાગરનો સંદેશ આપવાના હેતુથી કરવામાં આવી હતી. જે શહેર આખા શહેરમાં ફરીને વન વિભાગની કચેરીએ પરત ફરી હતી. પર્યાવરણ દિવસે જિલ્લામાં વૃક્ષારોપણ, ઔષધિય રોપાનું વિતરણ વાવેતર, સાઇકલ રેલી તેમજ સાતકુંડા, કલેશ્વરી ઇકો ટુરિઝમ ખાતે પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાની સાફ સફાઈ, જનજાગૃતિ પદયાત્રા સહિતના આયોજન કરવામાં આવ્યા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply