Skip to main content
Settings Settings for Dark

5 જૂન આજે વિશ્વ પર્યાવરણ દિવસ: વડોદરાની શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પર્યાવરણનું જતન 

Live TV

X
  • વિશ્વ પર્યાવરણ દિવસ પર વડોદરાની શાળાના વિદ્યાર્થીઓએ કર્યું પર્યાવરણનું જતન

    પર્યાવરણનું રક્ષણ વર્તમાન સમયમાં ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. એટલે જ દર વર્ષે 5 મી જૂને જગત આખું વિશ્વ પર્યાવરણની ઉજવણી કરે છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે વડોદરામાં આવેલી ડોન બોસ્કો શાળામાં કુદરતી સંશાધનોનો ઉપયોગ કરીને બાળકોને પણ પર્યાવરણના સંતુલનને જાળવવા માટે પ્રેરીત કરવામાં આવે છે. ઇફેક્ટીવ માઇક્રોબનો ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ, સોલારનો ઉપયોગ, વૃક્ષોનું વાવેતર અને સ્વચ્છતા અભિયાન દ્વારા શાળામાં પર્યાવરણ રક્ષણના મોડેલનો અમલ કરી રોજ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.

    બાળ પેઢીમાં પર્યાવરણ જતનની આદત કેળવવી જોઈએ 
    પર્યાવરણ સુરક્ષાનું જો એક સંસ્કાર તરીકે બાળ પેઢીમાં સિંચન કરવામાં આવે તો જ તેમનામાં પ્રકૃતિ પ્રત્યે લગાવ કેળવાય અને એક જવાબદાર પેઢીનું ઘડતર થાય જેની આદત જ પર્યાવરણનું જતન હોય. વડોદરાની ડોન બોસ્કો શાળાએ પર્યાવરણ રક્ષણમાં ઉપયોગી વરસાદી પાણીના સંચય, સૂર્ય ઊર્જાનું દોહન, જૈવિક કચરાનો વિનિયોગ જેવા બહુવિધ આયામોનો શિક્ષણ સાથે સમન્વય કરીને એક સંસ્કારના રૂપમાં તેની આદત કેળવવાનું આયોજન કર્યું છે.

    પ્રકૃતિમાંથી જેટલું લઈએ તેટલું જ પ્રકૃતિને પરત કરવું અનિવાર્ય
    શાળામાં અભ્યાસ સાથે પ્રકૃતિની જાણવણીના પાઠ પણ ભણાવવામાં આવે છે. શાળાના સંચાલકો દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને તેમની પ્રવૃત્તિઓ બાળકોને પ્રકૃતિ સાથે જોડવાનું કામ કરે છે. આપણે પ્રકૃતિમાંથી જેટલું લઈએ તેટલું જ પ્રકૃતિને પરત કરવું અનિવાર્ય છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી તેને ચેમ્બરમાંથી ગાળીને તેને ભૂગર્ભ જળમાં પુનર્સ્થાપિત કરવામાં આવે છે. વીજળીનો વ્યય ઘટાડવા સોલાર પેનલનો ઉપયોગ કરે છે. ૪૨.૫ કિલો વોટ સોલાર પેનલમાંથી લગભગ ૨૦૦ થી ૨૫૦ કિલો વોટ ઊર્જા પ્રાપ્ત થાય છે. આસોપાલવ, લીમડો સહિતના વૃક્ષો અને વનસ્પતિ કુદરતી ઉષ્ણતામાન જાળવવામાં મદદ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply