પાલીતાણાની ધરતી પર આ તપથી ગુજરાત પાવન થયું છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
Live TV
-
જૈન મહાત્મા સર્વેશ્વરીયશાશ્રી દ્વારા થયેલા સંવત્સર મહાતપ અંતર્ગત 480 દિવસ ના ઉપવાસ થયા બાદ તેનો પારણા કાર્યક્રમ યોજાયો.
જૈનોના પવિત્ર ધામ પાલીતાણા ખાતે જૈન મહાત્મા સર્વેશ્વરીયશાશ્રી દ્વારા થયેલા સંવત્સર મહાતપ અંતર્ગત 480 દિવસ ના ઉપવાસ થયા બાદ તેનો પારણા કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના પત્ની અંજલિબેન તેમજ સુનિલ ઓઝા અને સ્થાનિક ધારાસભ્યો અગ્રણી પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. મૂળ બગસરાના અને હાલ નાગપુર રહેતા અમર સ્વરૂપ પરિવાર દ્વારા આ સર્વેશ્વરીયશાશ્રીજીની તપસ્યા ના અનુમોદના કાર્યક્રમનું આયોજન થયું હતું., આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા વિજયરાજસુરીશ્વરનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાલીતાણાની ધરતી પર આ તપથી ગુજરાત પાવન થયું છે.
