વાંસદા સ્ટેટના એક માત્ર જીવિત રાજવી દિગ્વીરેન્દ્રસિંહજી સોલંકીનું 92 વર્ષની જૈફ વયે નિધન
Live TV
-
જાવત્સલ રાજવી સાહેબના નિધનના સમાચાર મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિગ્વીર પેલેસના લેન્ડલાઈન નંબર પર ફોન કરી મહારાજાના પુત્રો સાથે વાત કરી હતી અને સાંત્વના પાઠવી.
આઝાદી બાદ અખંડ ભારતમાં વિલિનિકરણ થયેલા 562 રાજા રજવાડાઓમાં એક માત્ર જીવિત રાજવી દિગ્વીરેન્દ્રસિંહજી સોલંકીનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે.વાંસદા સ્ટેટના પ્રજાવત્સલ રાજવી શ્રીમંત સાહેબ દિગ્વીરેન્દ્રસિંહજીના નિધનના સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે પ્રસરતા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. રાજવી દિગ્વીરેન્દ્રસિંહજીએ મંગળવારે સવારે 6 વાગે વાપીની હરિયા હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધો હતો. વાંસદાના જુના દરબાર ગેટથી સવારે 8.30 કલાકે અંતિમ યાત્રા નીકળી હતી. દિગ્વીર પેલેસના પાછળના ભાગે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો પ્રજાવત્સલ રાજવી સાહેબના નિધનના સમાચાર મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિગ્વીર પેલેસના લેન્ડલાઈન નંબર પર ફોન કરી મહારાજાના પુત્રો સાથે વાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી.
