Skip to main content
Settings Settings for Dark

પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્ત્વની ઘોષણા

Live TV

X
  • જામનગરના જોડિયામાં રૂ. 7 અબજના ખર્ચે દૈનિક 10 કરોડ લિટર ખારા પાણીને બનાવાશે મીઠું. સાત જિલ્લામાં આ યોજના અલગ-અલગ તબક્કામાં ચાલી રહી છે.

    વિધાન સભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરિયાના પાણીને મીઠુ બનાવવાના પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. સી.એમ.એ જણાવ્યુ હતુ, કે જામનગરના જોડિયામાં દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત દૈનિક 10 કરોડ લીટર પાણીને ડિસેલિનેશન દ્વારા મીઠુ બનાવતી એજન્સી 700 કરોડનું રોકાણ કરી પ્રોજેક્ટ હાથ ધરશે. જેમાં માત્ર 5.7 રૂપિયા ના ખર્ચે પ્રતિ લિટર પાણી 25 વર્ષ સુધી પુરુ પડાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું,કે ,ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા કિનારાના સાત જિલ્લાઓમાં દરિયાના પાણીને ડિસેલિનેશન દ્વારા મીઠુ બનાવવાના પ્લાન્ટની પ્રક્રિયાઓ જૂદા જૂદા તબક્કામાં છે. આ ઉપરાંત માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજાના પ્રશ્નના સંદર્ભમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હસ્તક્ષેપ કરતા કહ્યું હતું કે સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ત્રણ વર્ષથી કર્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply