બગસરા તાલુકામાં કલમ 144 લાગુ, દીપડાને પકડવા 200 લોકો ટીમ કામે લાગી
Live TV
-
8 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવાનો હુકમ
અમરેલીના બગસરા અને ગીર વિસ્તારમાં માનવભક્ષી દિપડાઓના વધી રહેલા આતંક મામલે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં કલમ 144 લગાવી દીધી છે..8 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવાનો હુકમ છે..જે મુજબ હવે સૂર્યાસ્તના 3 કલાક પહેલા 5થી વધારે માણસોનું ટોળુ ભેગુ થઈ શકશે નહીં. જો કોઈ કલમ 144નો ભંગ કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાશે.દીપડાને પકડવા માટે વન વિભાગના અધિકારીઓ સહિત કુલ 200 લોકોની ટીમ કામે લાગી છે..અલગ અલગ વિસ્તારોમાં દિપડાને પકડવા માટે કુલ 30 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે..નાઈટ વિઝન કેમેરા અને ડ્રોન દ્વારા દિપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે..ખેડૂતોને સાંજે 7 વાગ્યા પછી ખેતરમાં ન જવા માટે પણ કહેવામાં આવ્યુ છે..મહત્વનુ છે કે બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં દીપડાએ ઘરમાં ઘુસી 45 વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામના મહિલા પર હુમલો કર્યો હતો. જેને પગલે દયાબહેને બૂમાબૂમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને તેમને દીપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ત્યારે વન વિભાગે દિપડાને પકડવા કમર કસી છે..
