Skip to main content
Settings Settings for Dark

બોટાદની સ્કુલ ખાતે ચુંટણી દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • આગામી ૨૩ એપ્રિલના રોજ ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. આ દરમિયાન મતદાન મથકો પર સેવા આપતા શિક્ષકો, પ્રિ-સાઈડીંગ ઓફિસર અને અન્ય કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સુગમ બને તે માટે ખડે પગે રહેતા હોય છે. તેવામાં આ કર્મશીલો પોતાના નાગરિક હકથી વંચીત રહી ન જાય તે માટે બોટાદ જિલ્લા ૭૦૦ જેટલા પ્રી-સાઈડીગ ઓફિસર અને કર્મચારીઓએ આર.એન.કળથીયા સ્કુલ ખાતે મતદાન કર્યું હતું. આ પ્રસંગે બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમાર હાજર રહ્યાં હતા.

    બોટાદ શહેરની આર.એન.કળથીયા સ્કુલ ખાતે ચુંટણી દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં બોટાદ અને ગઢડા વિધાનસભા બેઠકના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જ્યાં તેઓને દ્રશ્ય શ્રાવ્ય ના માધ્યમથી ટ્રેનર દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાલીમ કેમ્પની બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમાર દ્વારા મુલાકાત પણ લેવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે કર્મચારીઓ માહિતી આપી હતી કે લોકસભા ૨૦૧૯ની ચુંટણી માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. તમામ પ્રકારની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. વાહન વ્યવહાર થી લઈ તમામ સાધન સામગ્રીની વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply