Skip to main content
Settings Settings for Dark

ભચાઉના ધોળાવીરામાં આજથી 16 કરોડ વર્ષ જૂના જુરાસિક ફોસીલ વુડ મળી આવ્યા

Live TV

X
  • ભચાઉ તાલુકાના ખડીરના ધોળાવીરામાં આજથી 16 કરોડ વર્ષ જૂના જુરાસિક ફોસીલ વુડ મળી આવ્યા

    ભચાઉ તાલુકાના ખડીરના ધોળાવીરામાં આજથી 16 કરોડ વર્ષ જૂના જુરાસિક ફોસીલ વુડ મળી આવ્યા છે. જે ભારત માટે એક મહત્વની ઘટના છે અને હાલમાં આ જુરાસિક ફોસીલ વુડને રીસ્ટોર કરવામાં આવી રહ્યું છે. ધોળાવીરા ખાતે બે જુરાસિક ફોસીલ વુડ મળી આવ્યા હતાં જેમાંથી એક 11 મીટર લાંબો અને 1.5 મીટર પહોળો છે જ્યારે બીજું 13 મીટર લાંબો અને 1.5 મીટરથી પહોળો જુરાસિક ફોસીલ વુડ છે. જેમાં ક્યાંક ક્યાંક વચ્ચેથી તેના ટુકડાઓ તૂટી ગયા છે. આ જુરાસિક ફોસીલ વુડ રીસ્ટોર થઈ ગયા બાદ પણ તેને સીધા ગરમી, ઠંડી, વરસાદથી બચાવવું જરૂરી છે માટે તેના પર કેનોપી બનાવવું જરૂરી છે જેથી તેને કોઈ નુકસાન ના પહોંચે.

    રિસર્ચમાં  જુરાસિક ફોસીલ વુડ 16 કરોડ વર્ષ જૂનું હોવાનું સામે આવ્યું છે. આ એક ડ્રિફ્ટવુડ પ્રકારનું લાકડું છે. આ કાંતો પુર અથવા તો સુનામી આવે ત્યારે સમુદ્ર કિનારે તરી આવીને રેતાળ વિસ્તારમાં ખુંપી જાય છે અને સમય જતાં લાખો કરોડો વર્ષ પછી આ લાકડું પથ્થરમાં પરિણમે છે અને ફોસિલ વુડ બની જાય છે. જુરાસિક ફોસીલ વુડની શોધ  10 થી 11 વર્ષ પહેલા જિઓલોજિસ્ટ દ્વારા ધોળાવીરા ખાતે કરવામાં આવી હતી. પહેલા પણ આ પ્રકારના લાકડા  શોધવામાં આવ્યા છે પરંતુ આ પ્રકારના લાકડા શોધ્યા બાદ આને વનવિભાગ દ્રારા તેનું રક્ષણ કરવું જરૂરી બને છે. 2011-2012માં આ લાકડાને રક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં તેની ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી અને લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી . 

    ધોળાવીરા ખાતે ઉત્તરની બાજુએ જ્યાં ડુંગરની ધાર છે ત્યાં આ જુરાસિક ફોસીલ વુડ છે. આ હજારો વર્ષથી ખુલ્લામાં પડ્યું છે અને ગરમી, ઠંડી અને વરસાદને કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યા છે. તો કેટલાક ટુકડાઓ રણમાં વહી ગયા છે . 2017માં આ જુરાસિક ફોસીલ વુડની આજુબાજુ વિકાસ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ કચ્છ કલેકટરની સૂચના મુજબ કરવામાં આવી રહ્યું છે.  અગાઉ આ પ્રકારના લાકડા થાઇલેન્ડ, યુએસએ  અને કેનેડામાં પણ જોવા મળ્યા હતા અને ત્યાંના તંત્ર દ્વારા ઠંડી, ગરમી અને વરસાદ થી બચવા માટે ત્યાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply