Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નડાબેટની મુલાકાત લીધી

Live TV

X
  • ગુજરાતના એકમાત્ર બોર્ડર ટુરિઝમ કેન્દ્ર ભારત-પાકિસ્તાન સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે સીમાદર્શન અંતર્ગત રૂ. ૧૨૫ કરોડના અંદાજિત ખર્ચે પ્રવાસન સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરાયું છે. જે પ્રોજેક્ટ આગામી  ૧૫ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારે આજે મુખ્યમંત્રીએ નડાબેટની  મૂલાકાત લઇ ફેઇઝ એક અને બેના પ્રગતિ હેઠળના અને પૂર્ણતાને આરે હોય તેવા ટુરિઝમ ડેવલપમેન્ટના કુલ પ૫.૧૦ કરોડના કામોનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બોર્ડર ટુરિઝમના હોલિસ્ટીક કન્સેપ્ટ સાથે સીમાદર્શન પ્રોજેકટ દ્વારા ગુજરાત વિશ્વ પ્રવાસન નકશે અગ્રેસર બનશે.  ફેઇઝ-૧માં જે કામો હાથ ધરાયા છે તેમાં પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાર્કિંગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે. તો સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ આપણા સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, T-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-27 એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply