રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 293 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાની બીજી લહેરની અસર ઓછી થઇ રહી છે. સાથે સાથે નવા કેસમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 293 નવા કેસ નોંધાયા છે. અને સામે 770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે સાજા થવાનો દર 97.84 ટકાએ પહોંચ્યો છે. તો રાજ્યમાં આજે કોરોનાને કારણે 6 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં આજે કુલ 2 લાખ 52 હજાર 543 વ્યક્તિઓએ રસી લીધી છે. આ સાથે રાજ્યમાં કુલ 2 કરોડ 52 લાખ 259 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
